મુખ્યમંત્રી વિજળી બચાવવા સુચનો કરે છે બીજીબાજુ મોરબીની સરકારી કચેરીઓમા વિજળીનો ગેરઉપયોગ કરનારાઓ ઉપર ક્યા સરકારી બાબુઓની મીઠીનજર?
મોરબી સેવાસદન બન્યું ઈલેકટ્રીક બાઈકો માટે ચાર્જિંગ પોઈન્ટ સરકારી કચેરીના રૂમ પાસે ચાર્જિગમાં મુકેલ બાઈક કેમેરામાં કેદ
મોરબી નટરાજ ફાટક પાસે આવેલા જુના સેવાસદનમાં સરકારી પાવરનો ગેરઉપયોગ સરકારી બાબુઓ ચાર્જિગ કરી કમાણી કરતા હોવાની ચર્ચા
મોરબી નટરાજ ફાટક પાસે આવેલા જુના સેવાસદનમાં આજે ઈલેકટ્રીક બાઈક સરકારી કચેરીની ઓફીસ પાસે બારીમાંથી વાયર બહાર કાઢીને ચાર્જ થતુ હોવાનુ કેમેરામાં કેદ થતા સરકારી બાબુઓની મીઠીનજર હેઠળ મોરબી સેવાસદનમાં પોલંપોલ કામગીરીનો પર્દાફાશ સાથે પોલંપોલ બહાર આવી છે મોરબી જુના સેવાસદનમાં સરકારી બાબુઓ મીઠીનજર હેઠળ ઈલેકટ્રીક બાઈકો ચાર્જ થતા હોય તેવુ કેમેરામાં કેદ થઈ જતા સેવાસદનમાં ચાલતી લોલંલોલ કામગીરી અને અણધડ વહીવટના કારણે સેવાસદન કચેરી ચાર્જિગ પોઈન્ટ બની ગયુ હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો સરકારી બાબુઓ જ સરકારી તિજોરીનુ ભારણ બની બેઠા હોય તેવુ દ્રશ્ય ઈલેકટ્રીક બાઈક ચાર્જ થતા હોય તેના પરથી કહી શકાય છે શુ સેવાસદનમાં સરકારી બાબુઓ ઈલેકટ્રીક બાઈક ચાર્જમાં મુકીને કોઈ ચાર્જ વસુલતા હશે ? રાજ્યના મુખ્યમંત્રી વિજળી બચાવવા સુચનો કરી આહવાન કરે છે ત્યારે મોરબીની સરકારી કચેરીઓમાં સરકારી બાબુઓ સરકારી તિજોરીને તળીયા ઝાટક કરવા બેઠા હોય તેમ કોના બાપની દિવાળી સેવાસદનમાં ઓફીસની બહારના ભાગે બારીઓમાં ઈલેકટ્રીક બાઈકો ચાર્જીંગમાં મુકેલા કેમેરામાં કેદ થતા લાઈટબીલનો ધુમાડો કરી સરકારી તિજોરીને ખોટમાં નાખી ભારણ બની બેઠેલા સરકારી બાબુઓ સામે કાર્યવાહી થશે ? કે પછી મોરબી સેવાસદન ઈલેકટ્રીક બાઈક માટે કાયમ ચાર્જિગ પોઈન્ટ બની રહેશે તે ચર્ચાનો અને તપાસનો વિષય બન્યો છે