Sunday, February 2, 2025

B.Sc Sem 1 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 4 ના સ્થાનો પર ચમકતા નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સ

Advertisement

*રિઝલ્ટ નો રાજા… નવયુગ… સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc.ના તમામ સેમેસ્ટરમાં ટોપર માત્ર નવયુગના જ….
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ B.Sc. Sem 1 ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરતાં પ્રથમ ૪ સ્થાન મેળવ્યા છે.

મોરબી જિલ્લા પ્રથમ માલવત કૌશર ૯૧.૨૭%, દ્વિતીય ચૌહાણ વૈશાલી ૯૦.૩૬%, તૃતીય પાનેસરા પ્રિયાંશી ૮૯.૦૯%, ચતુર્થ બાવરવા પાયલ ૮૭.૪૫% મેળવી ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની પરંપરાને જાળવી રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨ સાયન્સમાં ગુજરાતી માધ્યમમાં ભણતા છાત્રો માટે B.Sc માં અંગ્રેજી માધ્યમ ક્ઠીન સાબિત થતું હોય છે પણ નવયુગમાં વિષયને સમજાવવાની સુગમ શૈલી અને અથાગ મહેનતથી ધાર્યુ પરિણામ મેળવી શકાય છે.
આ સાથે નવયુવ B.Sc ના દરેક સેમેસ્ટરમાં જિલ્લામાં ટોચનો નંબર પ્રાપ્ત કરતી એકમાત્ર કોલેજ છે.

સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW