મોરબીના કાલીકા પ્લોટમાં માથા ઉપર ટીવી પડતાં માથામાં ઈજા પહોંચતા માસુમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મુળ રાજકોટના રહેવાસી અને હાલ મોરબીના કાલીકા પ્લોટ શેરી નં – ૬ માં રહેતામા રહેતા માહીનુર મોસીનભાઈ હારૂનભાઈ કુરેશી ઉ.વ.૬ વાળા ઘરમાં રમતા રમતા ટીવી માથા ઉપર પડતાં માથામાં ઈજા થતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.