માળીયામિંયાણાના કુંભારીયા ગામે હેલીકોપ્ટરમાં જાન આવતા ગ્રામજનો જોવા ઉમટ્યા હેલીકોપ્ટર સાથે ફોટા સેલ્ફી લેવા પડાપડી
માળીયામિંયાણાના રણકાંઠે આવેલા કુંભારીયા ગામે વરરાજા હેલિકોપ્ટર લઈને પરણવા આવ્યા હતા વરારાજા હેલીકોપ્ટર લઈને જાન લઈને આવાના હોય કુંભારીયા ગામે હેલીકોપ્ટર ઉતરતા જ ગ્રામજનો જોવા ઉમટી પડ્યા હતા લગ્નસરાની સિઝન એન્ડમાં અને હોળાષ્ટક સામી જાળ બેસી ગયા પછી લગ્નસરાની સિઝન ડીમ પડી જશે ત્યારે કુંભારીયા ગામે કન્યાને પરણવા માટે વરરાજા હેલિકોપ્ટર લઇને ગામમાં એન્ટ્રી કરતા ગામમાં હેલિકોપ્ટરમાં જાન આવી હોય જાનને જોવા માટે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યું હોય તેમ હેલીકોપ્ટરને ઉતારવા બનાવેલા હેલીપેડ આસપાસ લોકોના ટોળા ઉમટ્યા હતા અને ગામ લોકો અગાઉથી જ હેલિકોપ્ટર જ્યા ઉતરવાનું હતુ ત્યાં એકઠા થઈ હેલીકોપ્ટરને જોવા ઈન્તેજાર કરતા હતા આમ હેલિકોપ્ટરમાં જાન આવતા જ ગ્રામજનોમાં રોમાંચ સાથે કુતુહલતા જેવો માહોલ સર્જાયો હતો અને લોકો હેલીકોપ્ટર સાથે સેલ્ફી ફોટા પડાવવા પડાપડી કરી મોજ લીધી હતી