Friday, January 24, 2025

મોરબી સો ઓરડી વિસ્તારમાં માં ભાઈ ના હાથે જ ભાઈ ની કરપીણ હત્યા

Advertisement

મોરબીના સો ઓરડી વિસ્તારમાં ચામુંડાનગર શેરીમાં બે ભાઈઓ વચ્ચે લાઈટ બાબતે વાત કરતી વખતે અગાઉના મકાનના પ્લોટના ભાગ બાબતનો ઝઘડો ઉગ્ર બનતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જેમાં મોટાભાઈએ છુટા લોખંડના ફરમા તેમજ ઇટોના ઘા ઝીકી અને લાકડાના ઘા મારીને નાના ભાઈની હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી વિસ્તાર ચામુંડાનગરમા રહેતા પ્રકાશભાઇ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ.૨૮) એ અમરશીભાઈ જેઠાભાઈ સોલંકી રહે. મોરબી સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડી વિસ્તાર ચામુંડાનગરમા તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે ફરીયાદિના પીતાજી પ્રેમજીભાઇ જેઠાભાઇ ઉ.વ.૫૮ વાળા તથા સગા ભાઇ થતા હોય અને તેને મકાનના પ્લોટના ભાગ બાબતે મનદુખ હોય અને લાઇટનુ મીટર આરોપીના ઘરમા હોય જેથી મરણ જનાર આરોપીના ઘરે લાઇટ બાબતે વાત કરવા ગયેલ ત્યારે આરોપીએ ગાળો બોલી મરણ જનારને છુટા ઇટુના તથા લોખંડના ફર્માના તથા લાકડાના ઘા મારી માથામા તથા શરીરે ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડેલ જેથી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ અમરશીભાઈ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨, ૩૩૮,૫૦૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW