મોરબી,આજે જ્યારે સૌને અંગ્રેજી ભાષાનું ઘેલું લાગ્યું છે, લોકો પોતાની માતૃભાષાને ભૂલી રહ્યા છે, ત્યારે વિશ્વ માતૃ ભાષા દિવસનાં પાવન પ્રસંગે ઉજવણીમાં અગ્રેસર એવી સોખડા પ્રાથમિક શાળામાં વિશ્વભાષા દિવસની ઉજવણી હરખભેર કરવામાં હતી. પ્રાર્થના સભામાં ભાષા લોકો વચ્ચે પ્રત્યાયન માટે કેવું કડિરૂપ કામ કરે છે વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. શાળાના શિક્ષક રમેશભાઈ કાલરિયાએ માતૃભાષાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણે આપણી લાગણીઓ,સંવેદનાઓ જે રીતે માતૃભાષામાં વ્યક્ત કરીએ છીએ એ રીતે અન્ય ભાષામાં કરી શકતા નથી,આપણને માતા પ્રત્યે જેટલો પ્રેમ અને સ્નેહ હોય એટલો જ પ્રેમ માતૃભાષા પ્રત્યે રાખવો જોઈએ, જેમકે માં તે માં છે અને માસી તે માસી છે, માસી જેમ માતાનું સ્થાન ન લઈ શકે એમ અન્ય ભાષા ક્યારેય માતૃભાષાનું સ્થાન ન લઈ શકે,માટે માતૃભાષા જીવંત રહે એ આશયથી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન દિવ્યેશભાઈ અઘારા તથા આશાબેન ગોહિલ વગેરેએ કર્યું હતું. એમ પ્રદિપભાઈ કુવાડિયા શાળાના શિક્ષક અને સિનિયર ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લાની યાદીમાં જણાવાયું છે.