હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામા ઘંટીની પાછળ બીજી શેરીમાં આવેલ રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૩ બોટલ સાથે એક મહિલાને હળવદ પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામા રહેતા સલામાબેન ઉર્ફે સોનું આશીફભાઈ મીર (ઉ.વ.૪૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૩ કિં રૂ ૭૩૬૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.