સમગ્ર વિશ્વને ખોટી માન્યતાઓ વહેમ અને અંધશ્રદ્ધામાંથી બહાર લાવી સત્યવિદ્યા ‘વેદ’ના જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર મહાન સમાજ સુધારક ક્રાંતિકારી મહર્ષિ દયાનંદ સરસ્વતીના આર્ય સમાજ મંદિરનું નવ નિર્માણ ટંકારાના જીવાપર ગામે કરવામાં આવ્યું છે ત્યારે આર્ય સમાજના કાર્યકર્તાઓએ *મહાયજ્ઞ* નું આયોજન કરવામાં આવેલ,આ અવસરે આર્ય સમાજના ટ્રષ્ટિ વાલજીભાઈ ઢોલરીયાએ *વેદ તરફ પાછા વળો* ના સૂત્ર સાથે આપણી સંસ્કૃતિનું મહત્વનું અંગ વેદોના મહત્વ વિશે પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યું હતું.આ મહાયજ્ઞને સફળ બનાવવા અમરશીભાઈ ઢેઢી, અનિલભાઈ ઢેઢી,મહાદેવભાઈ રંગપડીયા,કાંતિલાલ ડાકા, રમેશભાઈ ડાકા,મનસુખભાઈ હાપલીયા, અરવિંદભાઈ હાપલીયા, ભાવેશભાઈ હાપલીયા પોપટભાઈ ઢોલરીયા, વલ્લભભાઈ હાપલીયા, કાનજીભાઈ લુણાગરિયા નરશીભાઈ લુણાગરિયાએ વગેરેએ યજ્ઞના યજમાન બની ખુબજ જહેમત ઉઠાવી હતી.