Wednesday, May 21, 2025

૩૧મી માર્ચ પછી “મા” કાર્ડ અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ઉપયોગમાં લઈ શકાશે નહીં, સત્વરે કન્વર્ટ કરાવી લેવા

Advertisement
Advertisement
Advertisement

“મા” કાર્ડ અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં કન્વર્ટ કરાવવા જિલ્લાવાસીઓને સીડીએચઓ શ્રી કવિતા દવેની નમ્ર અપીલ

સરકારશ્રી દ્રારા અગાઉ મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજના શરૂ કરવામાં આવેલી હતી. આ તમામ યોજનાનું આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY-MA)માં સરકારશ્રી દ્રારા સમાવેશ કરવામાં આવેલ છે. જેથી અગાઉ જે પરિવારો મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ યોજનામાં સમાવિષ્ટ છે તે તમામ કાર્ડ ધારકોએ ફેમીલીકાર્ડને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY-MA)માં કન્વર્ટ કરાવવાના રહે છે. મોરબી જિલ્લાના મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજનાના આવા કાર્ડ ધારકોને જણાવવાનું કે તા.૩૧/૦૩/૨૦૨૩ પછી મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ઉપયોગમાં લઇ શકાશે નહિ. આથી આવા તમામ પરિવારોને કાર્ડ કન્વર્ટ કરાવવા આથી અપીલ કરવામાં આવે છે.

આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA)માં પરિવારના રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવે છે તો આ મુજબ મોરબી જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને મા વાત્સલ્ય યોજનાના કાર્ડ ધરાવતા પરિવારોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA)મા કન્વર્ટ કરાવી પરિવારના તમામ સભ્યોના વ્યક્તિગત (PMJAY-MA) કાર્ડ કરાવવાના રહેશે. આ કાર્યવાહી માટે પરિવારે પોતાનું જુનું મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના કે મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ, તેમજ રેશનકાર્ડ, રેશનકાર્ડમાં નામ મુજબના તમામ સભ્યોના આધારકાર્ડ, આવકનો દાખલો (પરિવારની વાર્ષિક આવક ૪ (ચાર) લાખ કરતા ઓછી હોવી જોઈએ તેમજ સીનીયર સિટીઝન માટે વાર્ષિક ૬ (છ) લાખથી ઓછી આવક હોવી જોઈએ) વગેરે જરૂરી સાધનિક આધારો સાથે સરકાર માન્ય પ્રાઇવેટ એમ્પેનલ હોસ્પિટલ્સ સહિતના કેન્દ્રો ખાતે કન્વર્ટ કરાવવાની કાર્યવાહી કરવાની રહે છે. મોરબી જિલ્લામાં આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ, સમર્પણ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ તેમજ ડીસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ અને દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતના VCE પાસે જઈ આયુષ્માન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA)માં કન્વર્ટ કરાવી પરિવારના તમામ સભ્યોના વ્યક્તિગત (PMJAY-MA) કાર્ડ કઢાવી શકાશે.

આ મુજબ કાર્ડ કન્વર્ટની કામગીરી કરાવવા તેમજ મોરબી જિલ્લાના આયુષ્માન ભારત -પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY-MA)માં યોગ્યતા ધરાવતા અન્ય પરિવારોએ પણ સમયસર નવા કાર્ડ કઢાવી લેવા મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.કવિતા જે. દવે દ્વારા તમામ લોકોને નમ્ર અપીલ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW