મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી એ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિ / જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા માટે મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પીઆઇ ડી.એમ.ઢોલ ને સુચના આપતા તેએમના માર્ગદર્શન હેઠળ કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ . એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફ દ્વારા ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા .તે દરમ્યાન પો.હેડ.કોન્સ.ચંદુભાઇ કાણોતરા , તથા પો.કોન્સ . દશરથસિંહ પરમાર , તેજશકુમાર વીડજાને હકીકત મળેલ કે , કિશોરચંદ્ર હેમતલાલ નિમાવત તા.ફડસર તા.જી.મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન નો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે . જે હકિકત આધારે ફડસર ગામે રેઇડ કરતા કુલ -૦૬ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ – પર તથા રોકડ રૂ .૪૧,૯૮૦ / – નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ -૪,૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે .
પકડાયેલ આરોપીઓના નામ સરનામા ૧. કિશોરચંદ્ર હેમતલાલ નિમાવત બાવાજી રહે.ફડસર તા.જી.મોરબી ૨. કાદરમિયા એમદમિયા બુખારી / સૈયદ રહે.આમરણ દાવલાવાસ તા.મોરબી જી.મોરબી ૩. રતિલાલભાઇ ભોજાભાઇ ગજીયા / બોરીચા રહે.ફાટસર તા.જી.મોરબી ૪. ઓસમાણભાઇ હુસેનભાઇ નોડે મુસ્લીમ રહે.જીંજુડા તા.જી.મોરબી ૫. નારણભાઇ મોહનભાઇ કુંભારવાડીયા / બોરીચા રહે.ફડસર તા.જી.મોરબી ૬. અવચરભાઇ નથુભાઇ ધુમલીયા / પટેલ રહે.રાજપર તા.જી.મોરબી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી ડી.એમ.ઢોલ , પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા કે.જે.ચૌહાણ પો.સબ.ઇન્સ . તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા ઉપરોક્ત કામગીરી કરવામાં આવી હતી