મોરબી: મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામા બૅંક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરીને ડામવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને વ્યાજખોરો સામે ગુનો નોંધી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે બાદ લોકો વ્યાજખોરો પાસે ન જાય અને નાણાંની જરૂરિયાત પડે તો બૅંક અને સરકાર માન્ય ફાયનાન્સ પેઢીઓ પાસેથી લોન મેળવે તે માટે ઠેરઠેર જગ્યાએ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે લોન મેળામાં જે બેન્કની લોનની મંજૂરી મળી હોય તે મંજૂરીપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી શહેરના જેઈલ રોડ ઉપર મોરબી સિટી એ ડિવીઝન પોલીસ મથક સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની હાજરીમાં બેન્ક લોન મંજૂરીપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં જુદીજુદી બેન્કમાંથી લોન મેળાના લાભાર્થીઓને જે લોનની રકમ મંજૂર કરવામાં આવી છે તેના મંજૂરી પત્ર અને ચેક વિતરણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી માળિયાં ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ટંકારા પડધરી ના ધારાસભ્ય, દુલર્ભજી ભાઈ દેથરિયા મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા સહિતના હાજર રહ્યા હતા.