પરીવારમાં ખુશી જન્મ લેનાર બાળકનુ નામ જન્મ કરાવનાર જ રાખે :બાળકની માતા
મોરબી શિવમ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ચોથી સફળ સિઝેરિયન ડીલીવરીમાં પુત્રરત્નની પ્રાપ્ત થતા પરીવારજનોએ ખુશીના આંસુઓનો દવાખાનામાં દરીયો વ્હાવ્યો હતો પરીવારજનોમાં અનોખી આનંદની લાગણી સાથે છલકતા આંસુઓ આંખોને ટાઢક આપતા હતા કેમ કે ત્રણ ત્રણ વખત ડીલીવરી પુરા મહીના બાદ પણ નિષ્ફળ રહી હતી જેથી આ વખતે આ પરીવારે કોઈ રિસ્ક લીધા વિના પહેલેથી જ શિવમ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ચોથી ડીલીવરી માટે રેગ્યુલર હોસ્પિટલના સંપર્કમાં રહીને સારવાર ચાલુ રાખી હતી અને નવ મહીનામાં ઘણા ઉતાર ચડાવ આવ્યા હતા પરંતુ પરીવારની પરવરીશ અને હોસ્પિટલનો બુલંદ હોંસલો આ વખતે સફળ ડીલીવરી માટે અકસીર સાબિત થયો હતો અને પુરા મહીને સિઝેરિયન દ્વારા તંદુરસ્ત બાળકનો જન્મ થતા પરીવારમાં ખુશીનુ મોજુ ફરી વળ્યું હતુ ત્યારે મોરબી શિવમ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ચોથી સફળ સિઝેરિયન ડિલીવરી કરાવતા પરીવારમાં આનંદની લાગણી સાથે ડો.વિશ્વાએ બાળકનો જન્મ કરાવતા પરીવારે ડો.વિશ્વા જ બાળકનુ નામાંકરણ કરે તેવો આગ્રહ રાખતા જન્મ કરાવનાર ડો.વિશ્વાએ બાળકનુ હોસ્પિટલના નામ ઉપરથી શિવમ નામ આપતા પરીવારમાં ખુશી જોવા મળી હતી હોસ્પિટલમાંથી રજા આપતી વેળાએ ડોકટરનો આભાર માની પરીવારજનોની આંખો ભીની થઈ હતી કેમ કે ચોથી સફળ સિઝેરિયન ડીલીવરીમાં પુત્રરત્નની પ્રાપ્તથી પરીવારમાં ખુશીના આંસુ સાથે ખુશીનુ મોજું ફરી વળ્યું હતુ