મોરબીના પંચાસર રોડ ગીતા ઓઈલ મીલના પાછળના ભાગે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ગીતા ઓઈલ મીલના પાછળના ભાગે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા તેજાભાઇ પંચાણભાઇ સમા રહે.જોન્સનગર શેરી નં.૧૩ મોરબી, હરજીવનભાઇ છગનભાઇ મેરજા રહે હાલ ઢુવા ચોકડી વીર વચ્છરાજ હોટલમા તા.વાંકાનેર જી.મોરબી, હનીફભાઇ આદમભાઇ કૈડા રહે.મોરબી મહેંદ્રપરા શેરી નં ૧૯ તા.જી.મોરબી,તથા આમદભાઇ મુસાભાઇ વડાવરીયા રહે.મહેંદ્રપરા શેરી નં.૨૨ તા.જી.મોરબી વાળાને રોકડ રકમ રૂ.૩,૩૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.