Saturday, May 24, 2025

મોરબીના મેઘાવી છાત્ર તરીકેનું બહુમાન પ્રાપ્ત કરતા ડો.ચિરાગ અઘારા

Advertisement
Advertisement
Advertisement

મોરબીની ભૂમિ એટલે બહુ રત્ના વસુંધરા, મોરબીમાંથી અનેક તેજસ્વી તારલાઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કૌવત ઝળકાવ્યું છે ત્યારે વધુ એક મેઘાવી છાત્ર એટલે *ચિરાગ સર્જીકલ હોસ્પિટલ* ના જનરલ સર્જન ડો.બાબુલાલ અઘારાનો પુત્ર ડો.ચિરાગ સમગ્ર દેશમાંથી માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી સીટો *યુરોલોજીસ્ટ* ની હોય છે એ પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી હાલ રાજસ્થાન જોધપુર ખાતે *એસ.એ.મેડિકલ કોલેજમાં* યુરોલોજીસ્ટનો સ્પેશિયલ કોર્ષ કરી રહ્યા છે ત્યારે ડો.ચિરાગ અધારાને સુરત ખાતે રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા દ્વારા શિશુ મંદિર મોરબીના *મેઘાવી છાત્ર* તરીકે સન્માન અર્પણ કર્યું હતું.તેઓ હાલ અભ્યાસમાં વ્યસ્ત હોય એમનું સન્માન એમના પિતા ડો.બાબુલાલ અઘારાએ સ્વીકાર્યું હતું.મોરબીનું ગૌરવ વધારનારી સોનેરી સિદ્ધિ માટે ડો.ચિરાગને ચોમેરથી શુભેચ્છાઓ આપાઈ રહી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW