મોરબીમાંથી આશરે ૮૦,૦૦૦ હજારની કિંમતના ૦૫ જેટલા ખોવાયેલા મોબાઇલ શોધી કાઢી અરજાદારોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પરત કર્યા.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલએ ટેકનીકલ વર્ક આઉટ કરી અત્રેના સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી ન ૦૫ જેટલા આશરે ૮૦,૦૦૦/- ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડીવીજન પોલીસે સાર્થક કરેલ છે.