જેતપર ગામની સીમમાં ભેગુ કરીને હલરમાં કાઢવા માટે કરેલા જીરૂના ઢગલા ભારે પવનથી હવામાં ઉડ્યા મોઢે આવેલો કોળીયો છીનવાયો ભારે નુકશાન
મોરબી જિલ્લામાં માવઠા નામની આકાશી આફતથી ખેડુતો બેહાલ બન્યા છે જીરા ધાણા સહીતના પાકોને બચાવવા તો કેમ બચાવવા જીરા ધાણા જેવા પાકો ઉપર છેલ્લા ત્રણ દિવસથી માવઠાના મંડરાતા ખતરા વચ્ચે ગઈકાલે ના સમયે જીરાના પાકો ઉપર માવઠાએ કહેર વર્તાવતા ભારે પવનના કારણે જીરા હવામા ઉડ્યા હતા ગઈકાલે સમ્રગ જિલ્લામાં બપોર બાદ વાતાવરણે અચાનક પલ્ટો મારતા માવઠાએ ઉનાળે અષાઢી માહોલ સર્જયો હતો જેના કારણે વિજળીના કડાકા ભડાકા સાથે ઠેરઠેર ઝરમર ઝાપટા તો ક્યાંક કરા પડ્યા હતા જેમા જેતપર વિસ્તારમાં સાંજે તોફાની પવન ફૂંકાતા જેતપર ગામની સીમમાં જીરાના પાકોને ઉપાડીને ઢગલા કરીને રાખેલા જીરાના પાકને હવામાં ઉડાડતા ખેતરમાં જીરાનો પાક તહેસ-નહેસ કરી વેરવિખેર કરી નાખતા ખેડુતને ભારે નુકશાની ભોગવવી પડી છે અત્રે ઉલ્લેખનીય છે કે માવઠાના કારણે ખેતરમાં રહેલા પાકોને બચાવવા ખેડુતોમાં દોડધામ મચી જવા પામી છે આમ માવઠાએ ખેડુતોના મોઢે આવેલો કોળીયો છીનવી લેતા ખેડુતોને માવઠાએ રાતા-પાણીએ રોવડાવ્યા જેવી પરીસ્થિતિ સર્જાઈ છે