સરકાર દ્વારા આ વર્ષને મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ મિલેટ (હળવા ધાન્યો)માં, બાજરી, જુવાર, રાગી વગેરે જેવા ધાન્યોનો સમાવેશ થાય છે. ત્યારે મોરબી ખાતે યોજાયેલા કિશોરી મેળામાં પુર્ણા શક્તિની સાથે મિલેટનું આપણા જીવનમાં મહત્વ સમજાવવા માટે આ મિલેટ માંથી પણ વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી. પુર્ણા શક્તિ અને મિલેટમાંથી કિશોરીઓએ સુખડી, ફાડા લાપસી, ફણગાવેલા મગ, ભાત, શક્કરપારા, પુરી વગેરે જેવી અવનવી વાનગીઓ બનાવી પ્રદર્શનમાં લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું.
રિપોર્ટર
મયંક દેવમુરારી