8 માર્ચ ,ઇન્ટરનેશનલ વિમેન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે .સ્ત્રી માટે નો સ્પેશિયલ દિવસ જો કે સ્ત્રી માટેનો કોઈ એક દિવસ ક્યારે હોતો નથી કારણ કે ,સ્ત્રી સ્ત્રી બીજા માટે 365 દિવસ જીવતી હોય છે ,પરંતુ આ દિવસ તેના અસ્તિત્વને સ્પેશિયલ ફિલ કરાવવા માટે હોય છે “સ્ત્રી અથવા *નારીત્વ* એટલે શું “??તો સૌંદર્ય સાથેની સમજણ ,ત્યાગ સાથેની મકમતા ,લાગણીઓનો અખૂટ ભંડાર ,કોમળ હૃદય સાથે મગજથી મક્કમ ,સંસ્કારની સાથે સન્માન ,પરિવારની ઈજ્જત, પરિવારનું ગૌરવ વગેરે- વગેરે.
પરંતુ ,આજના સમયમાં જોઈએ તો સ્ત્રી માત્ર એક સૌંદર્ય નું પ્રતીક અથવા કઠપૂતળી બની ગઈ છે .જાહેરાત હોય કે ફેશન શો જોબ હોય કે ફેમિલી ફંક્શન માત્ર તેની સુંદરતાને જોઈને જ અનુમાન કરી લેવામાં આવે છે. સ્ત્રીઓમાં અથાગ શક્તિઓ છે, પરંતુ તેનું વિશ્લેષણ ભાગ્યે જ કરવામાં આવે છે.
*ઝાંસીની* રાણી લક્ષ્મીબાઈ હોય કે માતા *સીતા* તેમના ચારિત્ર અને શક્તિ એક મિસાઈલ છે. આજની સ્ત્રીઓ ક્યાંય પણ કમજોર નથી. તેના નારીવાદના નારા લગાવવાની પણ જરૂર નથી કારણ કે તે પુરુષ કરતાં હંમેશા ચડિયાતી જ છે, હતી ,અને ચડિયાતી જ રહેશે. ભગવાનને પણ જન્મ લેવા માટે માતાની કુખ એટલે કે સ્ત્રી ની જરૂર પડે છે. એ સ્ત્રી સ્ત્રી ક્યાંથી કમજોર હોય ?માત્ર સ્રીએ પોતાના અસ્તિત્વના મહત્વને સમજવું જોઈએ અને માણવું પણ જોઈએ. આજકાલ રીલ, સોટ વિડીયોસ વગેરેમાં સ્ત્રીઓ લોકપ્રિયતા મેળવવા અસલીતાના વિડીયો અપલોડ કરતી હોય છે અને બાહ્ય સૌંદર્યને અને ખોટી માયા જાળ નું મહત્વ આપતી થઈ ગઈ છે. મનોરંજન માટે ખોટું નથી પરંતુ ખોટી અટેન્શનની ભૂખ રાખવી એ ખતરનાક પુરવાર થાય છે .પહેલા અમુક સ્ત્રીઓ પૈસાની તંગીના કારણે કારણે જે તે કામ કરતી હતી ,પરંતુ હવે પૈસાવાળી સ્ત્રીઓ ગરીબ છોકરાઓની અથવા નવરાય એવા છોકરાઓની લાઇકસ મેળવવા ઇન્સ્ટા માં વિડીયો બનાવતી હોય છે.” *કડવું* છે *પરંતુ* *સત્ય* છે”
સાચો વિમન્સ ડે ત્યારે સાર્થક ગણાશે, જ્યારે પુરુષ સ્ત્રીઓના સૌંદર્ય કરતા તેની આંતરિક આવડતના વખાણ કરશે અને સ્ત્રીઓ માટે પણ તે બહુ મોટી સિદ્ધિ હોય છે .દરેક સ્ત્રી સુરક્ષિત રીતે હરી- ફરી શકે .જ્યારે પુરુષ તેની રક્ષા ન કરે તો કંઈ નહી, પરંતુ તેની છેડતી ન કરે ત્યારે મહિલા સશક્તિકરણ થયું કહેવાશે. જ્યારે કોઈ પિતા તેની દીકરીના ભણતર માટે લોન લેશે નહીં કે દહેજ માટે ત્યારે સાચો વિમન્સ ડે કહેવાશે .સ્ત્રીઓએ પણ પોતાના સૌંદર્ય અથવા તન નો ઉપયોગ કરવાનું બંધ કરે અને પોતાનું શક્તિ પ્રદર્શન કરે અને પોતાના અસ્તિત્વને માણે અને સમજે ત્યારે” *નારી* એ *નારાયણી* *સાર્થક* *થશે* “.
*લેખિકા* – *મિતલ* *બગથરીયા*
(અહેવાલ માં લખાયેલ તમામ વિચાર લેખિકા મિત્તલ બગથરિયા ના દ્વારા લખાયેલ છે)