દર વર્ષે માર્ચ મહિનામાં દસ્તાવેજનું ભારણ વધુ હોય છે. માટે સરકારશ્રી, એ માર્ચ મહિનામાં બીજા અને ચોથા શનિવારે સબરજીસ્ટ્રાર કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે. આથી તા. 11/3/2023 ને શનિવારે દસ્તાવેજ ના ટોકન સ્લોટ ખુલ્લા છે. માટે જેમણે દસ્તાવેજ કરાવવા હોય તે ટોકન લઇ દસ્તાવેજ નોંધણી કરાવી શકશે. તેમ સંજયભાઈ રાજપરા, રેવન્યુ બાર એસોસિએશન, મોરબી ના પૂર્વ પ્રમુખ, ની યાદીમાં જણાવવામાં આવે છે.