મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ રોટરી સોસાયટીમાં રહેતા પરીવારના રહેણાંક મકાનમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા. સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ કિં રૂ.૧.૯૦ લાખના મુદામાલની ચોરી કર્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ, રોટરી સોસાયટીમાં રહેતા મોતીભાઈ ચકુભાઈ પુરબીયા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૩-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીના રહેણાક મકાનમા ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમમા રાખેલ ગોદરેજના કબાટમા રાખેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ.૫૦,૦૦૦/- તથા રોકડા રૂ.૧,૪૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂા.-૧,૯૦,૦૦૦/- ના મતામાલની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હવાની મોતીભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ-૪૫૪,૩૮૦, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.