મોરબીની નામાંકિત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના નવયુગ પ્રેપ સેક્શન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ, નવયુગ પ્રિસ્કૂલ અને નવયુગ કિડ્સ(ઇંગ્લીશમીડીયમ) વિભાગમાં ગ્રેજ્યુએશન ડે ઉજવાયું હતો
નવયુગ પ્રેપ સેક્શનમાં સિનિયર કેજી માં અભ્યાસ કરતા બાળકો પોતાનું પ્રીસ્કુલ એજ્યુકેશન પૂરું કરતા હોય તેવા દરેક બાળકોને જે રીતે યુનિવર્સિટીમાં પદવીદાન યોજાય છે તે જ રીતે થીમ થી બાળકોને હેટ તેમજ પ્રી સ્કૂલ ગ્રેજ્યુએશન પદવી એનાયત કરી હતી તેમજ સાથે સાથે તમામ ભૂલકાઓએ અવનવી કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુક્ત કર્યા હતા.
જેમ કોલેજમાં ત્રણ વર્ષ પછી ડિગ્રી એટલે કે પદવી એનાયત કરવામાં આવે છે તેવીજ રીતે જે વિદ્યાર્થીઓ એ પ્રી એજ્યુકેશનના ત્રણ વર્ષ પૂર્ણ કરેલ છે તે તમામ વિદ્યાર્થીઓને તેમનું રિપોર્ટ કાર્ડ ,હેટ તેમજ બેલ્ટ પહેરાવી સન્માનિત કર્યા હતા આ તકે બહોળી સંખ્યામાં પેરેન્ટ્સ ઉપસ્થિત રહી બાળકોનાં ઉત્સાહને વધાર્યો હતો