મોરબીના બેલ રંગપર રોડ સત્યમ વે – બ્રીજ પાછળ કાચા રસ્તે બાઈક ઉપર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઈંગ્લીશ દારૂની ૫ બોટલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના બેલ રંગપર રોડ સત્યમ વે – બ્રીજ પાછળ કાચા રસ્તે આરોપી પ્રવિણભાઈ લખમણભાઇ સાલાણી રહે. પીપળી શિવપાર્ક સોસાયટી -૦૧ મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા મોટરસાયકલ રજીસ્ટર નંબર – GJ-36-D-06747 વાળામા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫ કિં રૂ. ૧૮૭૫ નો મુદામાલ રાખી હેરાફેરી કરતા મોટરસાયકલ કિં રૂ. ૧૫,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૬,૮૭૫ નાં મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.