મોરબી-૨ યમુનાનગર સોસાયટી શેરી નં -૦૪મા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલ સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી-૨ યમુનાનગર સોસાયટી શેરી નં -૦૪મા રહેતા આરોપી આનંદભાઈ ઉર્ફે લાલાભાઈ દામોદરભાઈ ભાટીયા (ઉ.વ.૪૩) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૦ કિં રૂ.૯૩૨૦ નાં મુદામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે. ઝડપાયેલ આરોપીની પૂછપરછ કરતા અન્ય આરોપી સાહિલ સીદીકભાઈ ચાનીયા રહે. મોરબી વાઘપરા વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.