સુવિખ્યાત તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયા મુકામે આવતા મુમુક્ષુઓ, શ્રદ્ધાળુઓની ચિંતા કરતા મોરબી ધારાસભ્યએ ગુજરાત વિધાનસભામાં આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
પ્રશ્ન નં.1052 ના પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રીએ જણાવેલ કે તા.31-12-2022 ની સ્થિતિએ મોરબી જિલ્લાના શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયામાં આવતા પ્રવાસીઓ માટે આશરે રૂ. 801.11 લાખના ખર્ચે સત્સંગ હોલ, ભોજનાલય,રસોઈ ઘર, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, મેઈન ગેઇટ, લેન્ડરસ્કેપિંગ, ટોઇલેટ બ્લોક સહિતની તમામ સુવિધાઓ ઉભી કરવા કામગીરી હાથ ધરાયેલ છે.