મોરબી: મોરબીના મણી મંદીર નજીક ખાખરેચી દરવાજા પાસેથી ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના મણી મંદીર નજીક ખાખરેચી દરવાજા પાસે જાહેરમાં આરોપી સીરાજભાઈ સલીમભાઇ ઉનડપૌત્રા (ઉ.વ.૨૨) રહે. જુના બસ સ્ટેન્ડ પાછળ ટેક્ષી શેરી સામે મોરબી વાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૬ કિં રૂ.૧૨૬૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.