Friday, January 31, 2025

મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધણી સમય વધારવા તથા સુવિધા આપવા તા.ભાજપ પ્રમુખ દ્વારા રજૂઆત

Advertisement

આગામી ૧૫ એપ્રીલ થી જંત્રી દરમાં વધારો થવાનો હોય જંત્રી દરથી મોરબી તાલુકા શહેરનાં લોકો જમીન-મકાન–દુકાન વિગેરે મિલ્કતના દસ્તાવેજ નોંધણી કરવા માટે જતા હોવાથી સબ રજીસ્ટ્રાર કચેરીએ સતત ઘસારો રહે છે.

દસ્તાવેજ નોંધણી માટે વયોવૃધ્ધ લોકો– મહીલાઓ દિવ્યાંગો પણ આવતા હોય છે. ત્યારે તેઓની સુવિધા માટે સ્વચ્છ બાથરૂમ – બેસવા માટે બાકળા, સહી અને અંગુઠાનું નિશાન લેવા માટે ટેબલ તેમજ ગ્રાઉન્ડમાં પેવરબ્લોકની સુવિધા કરવામાં આવે જેથી કોઈ અગવડતા ન રહે જેથી ૧૫ મી એપ્રીલ સુધીમાં દસ્તાવેજ નોંધણી માટેની એપોઈન્ટમેન્ટ મેળવવા કોઈ વ્યકિત બાકી ન રહી જાય અને નાગરીકો સ્ટેમ્પ ડયુટી વધારાનાં ભારણથી બચી શકે. માટે દસ્તાવેજ નોંધણી સમય વધારવા બાબતે યોગ્ય સત્વરે નિર્ણય લેવા તથા સુવિધા વધારવા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW