વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર તથા કાર મળી કુલ કી.રૂ. ૭,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલના માર્ગદર્શન સુચના મુજબ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. ને લગતી કામગીર સબબ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન તીથવા ગામ પાસેથી મારૂતી સુઝુકીની કેરી ગાડી નંબર-GJ-36-V-0882 માં પ્લાસ્ટીકના ૧૯ બાચકાઓમાં કોપર વાયર લઇ કાર ચાલક નિકળતા જે બાબતે કાર ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી કાર ચાલક પાસેથી કોપર વાયર જેનો વજન આશરે ૧૧૦૦ કિ.ગ્રા કિ.રૂ.૫,૫૦,૦૦૦નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલાનુ જણાઇ આવતા પોલીસે આરોપી પાસેથી મારૂતી સુઝુકી કેરી ગાડી નંબર-GJ-36-V-0882 કાર કિં રૂ. ૧,૫૦,૦૦૦ તથા કોપર વાયર જેનો વજન આશરે ૧૧૦૦ કિ.ગ્રા કિ.રૂ.૫,૫૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૭,૦૦,૦૦૦નો મુદામાલસી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧).ડી. મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આગળની ઘટીત કાર્યવાહી અર્થે સોપવામાં આવેલ છે