છેલ્લા એકાદ બે વર્ષથી સતત હૃદય રોગના હુમલા અને અચાનક હૃદય બંધ પડી જવાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે ત્યારે અવારનવાર રમતગમતના ગ્રાઉન્ડ ,લાઇબ્રેરી, સ્કૂલ,જીમમાં,અચાનક હૃદય બંધ પડી જવાના ઘણા બધા બનાવો બની રહ્યા છે તો આવા કિસ્સાઓમાં દર્દીને હોસ્પિટલ લઈ જવામાં 10 થી 15 મિનિટનો ટાઈમ લાગતો હોય છે આ સમય બહુ કીમતી હોય છે એટલી વારમાં દર્દીઓનું મૃત્યુ થઈ જતું હોય છે જો આવી કન્ડિશનમાં હાજર રહેલા કોઈપણ વ્યક્તિ એને હૃદયના પંપીંગ (કાર્ડીયાક મસાજ )કરે એટલે કે મેડીકલ ભાષામાં CPR કહેવાય ,જો સીપીઆર આપી શકે તો દર્દીને સાજા થવાની શક્યતાઓ ઘણી બધી હોય છે એના ભાગરૂપે તા ૨૯/૩ બુઘવાર ના રોજ ડોક્ટર દિપક અઘારા ,ડોક્ટર જયેશ અઘારા ,મંગલમ હોસ્પિટલ દ્વારા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલમાં હાર્દિક પાડલીયાના સહયોગથી સ્કૂલના બધા જ સ્ટાફ અને કોઈપણ વ્યક્તિને હૃદય હુમલો આવે અને હૃદય બંધ થઈ જાય કોઈ દર્દી બેભાન થાય તો એ વખતે શું સારવાર આપવી? ,હૃદય પંપિંગ કેમ કરવું ? અને હૃદય કેમ ચાલુ કરવું તેને લઈ વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું. આ વર્કશોપમાં ડોક્ટર દીપક અઘારા અને ડોક્ટર જયેશ અઘારા દ્વારા અમેરિકન હાર્ટ એસોસિએશનની ગાડલાઇન પ્રમાણે દરેક ટીચર અને સ્ટાફને સીપીઆર વિશે લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ જેથી કરીને કોઈ પણ જાહેર સ્થળ અથવા તો સ્કૂલમાં કોઈ આવો બનાવો બને તો શિક્ષક જ એમને સારવાર આપી શકે અને દર્દીને બચાવી શકાય .