ભારત ને તા.૦૧/૧૨/૨૦૨૨ થી તા.૩૦/૧૧/૨૦૨૩ સુધી G-20 અધ્યક્ષ પદ આપવામાં આવ્યુ છે. જે અનુસંધાને દેશના લાખો યુવાનો તેમજ સામાન્ય નાગરીકોને G-20 સાથે અર્થપૂર્ણ રીતે જોડાય શકે તે સારૂ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવાનો નિર્ણય કરવામા આવેલ છે. જે અનુસંધાને અશોકકુમાર પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના માર્ગદર્શન હેઠળ રાહુલ ત્રિપાઠી, પોલીસ અધિક્ષક, મોરબીની સુચના અનુસાર મોરબી જીલ્લા ખાતે વિવિધ પ્રવૃતિ/કાર્યક્રમોનુ આયોજન કરવામા આવેલ જેમા તા.૨૮/૦૩/૨૦૨૩ ના રોજ મોરબી તાલુકા પો.સ્ટે ખાતેથી “Run For Environment & Climate” નુ આયોજન કરવામા આવેલ. જે મોરબી તાલુકા પો.સ્ટે થી મહારાણા સર્કલ થી સર્કીટ હાઉસ સુધી ત્યાથી પરત મહારાણા સર્કલ અને ત્યાથી મોરબી તાલુકા પો.સ્ટે ખાતે આ રૂટ મુજબ “Run For Environment & Climate” ને પુર્ણ કરવામા આવેલ અને આ કાર્યક્રમ દરમ્યાન G-20 Event બેઝ તેમજ વિવિધ પોસ્ટર, બેનર, સુત્રો દ્વારા યુવાનો તેમજ નાગરીકો G-20 સાથે અર્થપૂર્ણ રીતે જોડાય અને પરીયાવરણ અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામા આવેલ.