મોરબી તાલુકાના ઘુંટુ ગામે પ્લોટ વિસ્તાર હનુમાનજીના મંદિર પાછળ વોકળા કાંઠે આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૯૫ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે પ્લોટ વિસ્તાર હનુમાનજીના મંદિર પાછળ વોકળા કાંઠે આરોપી હરજીભાઇ ધીરૂભાઇ અદગામાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૫ કિં રૂ.૩૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે હરજીભાઇ ધિરૂભાઈ અદગામાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.