Wednesday, January 22, 2025

કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2023 માં દાવણગેરે નોર્થ બેઠક પર ચૂંટણી પ્રચાર ઇન્ચાર્જની જવાબદારી સંભાળતા મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા.

Advertisement

આગામી ૧૦ મે ના રોજ દક્ષિણનું રાજ્ય કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની વિશિષ્ટ એવી ચૂંટણી વ્યૂહ રચનાના ભાગરૂપે અનુભવી રણનીતિકાર અનેક ચૂંટણી પેટા ચૂંટણીઓમાં આગવી શૈલીથી કામ કરનાર મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પ્રચાર અર્થે કર્ણાટક પહોંચી ગયા છે.

કર્ણાટકનું માન્ચેસ્ટર ગણાતા અને રાજ્યના મુખ્ય શહેરો પૈકીનું એક એવા દાવણગેરે નોર્થ બેઠક પર ઇન્ચાર્જ તરીકે જવાબદારી તેઓ સંભાળશે. વિમાન માર્ગે બેંગલુરુ થઈ દાવણગેરે પ્રચાર કાર્યાલયની મુલાકાત લઈ માઇક્રો પ્લાનિંગ સાથે તેઓ કામે લાગી ગયા છે. આગામી અઠવાડિયે તેઓ મોરબી માળિયા વિસ્તારના અન્ય આગેવાનો કાર્યકર્તાઓ પણ ચૂંટણી કાર્યમાં જોડાશે. જે વિદિત થાય.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW