મોરબીના જાંબુડીયા ગામની સીમમાં પાવર હાઉસ નજીક કોમેન્ટ સિરામિક પાસેથી ઈંગ્લીશ દારૂની ૭ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડીયા ગામની સીમમાં પાવર હાઉસ નજીક કોમેન્ટ સિરામિક પાસે આરોપી કિરીટભાઇ વિનુભાઈ સાવરીયા (ઉ.વ.૨૦) રહે. શોભેશ્વર રોડ, કુબેર ટોકીજ પાસે, મફતીયાપરા, તા.જી. મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭ કિં રૂ.૫૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.