વાંકાનેર શહેર પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ.છાસીયાના માર્ગદર્શન હેઠળ શી ટીમે વડીલોને સાયબર ક્રાઇમ વિશે અને સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર વ્યક્તિ અથવા સિનિયર સિટીઝનએ કેવા પ્રકારના પગલાં લેવા જેવી ડોર ટુ ડોર જઈને માહિતી આપી અને એલ્ડર લાઇન 14567 વરિષ્ઠ નાગરિકોની હેલ્પ લાઇન વિશે વડીલોને પેમ્પલેટ આપી માહિતી આપી હતી. એલ્ડર લાઈન 14567 પેન્શન, દુરુપયોગ, બચાવ વગેરે કેસોમાં કેવી રીતે મદદ કરે તેની માહિતી આપી હતી. આ ડ્રાઈવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ સંગીત બેન અને હિનલ બેન, એલ્ડર લાઈનના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમારે સાથે રહી અને સિનિયર સિટીઝન ની મુલાકાત લેવામાં આવી હતી.