હડમતિયા કન્યા કન્યા શાળામાં વિદાય સમારંભ યોજાયો વિધાર્થીનીઓ ૧૮ અને વિધાર્થીઓ ૧૬ કુલ ૩૪ વિધાર્થીઓનો ધોરણ -૮ નો વિદાય સમારંભ યોજાયો
ટંકારા તાલુકાના હડમતિયા કન્યા તાલુકા શાળામાં આજ રોજ વિદાય સમારંભ યોજાઈ ગયો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મિશન સ્કુલ્સ ઓફ એક્સેલન્સ ( SOS) નું અનાવરણ કર્યું
તા. 21/4/2023 ને શુક્રવારના રોજ રાજ્ય સરકાર દ્વારા મળેલ ત્રણ સ્માર્ટ બોર્ડ તથા ત્રણ લેપટોપ નું એસએમસી અધ્યક્ષ શ્રીમતી સોનલબેન બાલજીભાઈ ઘુણલીયા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું
ત્યારબાદ ધોરણ 1 થી 8 જ્યાં અભ્યાસ કર્યો છે તેમની માતૃશાળા છે તેવા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજી વિદાય આપવામાં આવી જેમાં કન્યા તાલુકા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા દ્વારા ઉદ્બબોધન તથા શાળા પરિવાર વતી આગળ વધો તેવી શુભેચ્છા પાઠવવામાં આવી. બાદમાં ધોરણ 1 થી 8 ના તમામ બાળકોને ભેળનો ભરપેટ નાસ્તો કરાવી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી
આ પ્રસંગે કન્યા તાલુકા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, પુર્વ આચાર્ય મનહરભાઈ ફુલતરીયા, માધ્યમિક શાળાના ડી.સી. રાણસરીયા, બંસીબેન, કન્યા તાલુકા શાળાના એસએમસી અધ્યક્ષ શ્રીમતી સોનલબેન બાલજીભાઈ ઘુણલીયા, નિતીનભાઈ નમેરા, પ્રવિણભાઇ ભાગીયા, હર્ષદભાઈ લો, મયંકભાઇ મસોત, કોમલબેન સરડવા, પ્રવાસી શિક્ષક મિલનભાઈ સગર, પુર્વ એસએમસી અધ્યક્ષ રમેશભાઈ ખાખરીયા હાજર રહ્યા હતા