Thursday, January 23, 2025

નવરંગ”ના રંગમાં તરબોળ કરતાં મોરબી શિશુમંદિરના વિદ્યાર્થીઓ

Advertisement

આ કાર્યક્રમમાં 600 વિદ્યાર્થીઓએ કૃતિનું પ્રદર્શન કર્યું અને અંદાજે 5000 થી વધારે લોકોએ કાર્યક્રમ નિહાળ્યો.

મોરબીનું સરસ્વતી શિશુમંદિર શિક્ષણને સ્પર્શતા તમામ પાસાઓને ઉજાગર કરી વિદ્યાર્થીના સર્વાંગી અને સમગ્ર વિકાસ માટે પ્રતિબંધ છે. વિષયોના શિક્ષણની સાથે જીવનનું શિક્ષણ પ્રાપ્ત કરી વિદ્યાર્થી પોતાના મનુષ્ય જન્મ અને જીવનને સાર્થક કરે તેવો પ્રયત્ન વિદ્યાલયમાં થાય છે. ગાયમાતા, ભારતમાતા, સરસ્વતીમાતા તથા પ્રકૃતિમાતાનાં હિલોળા લેતા યજ્ઞ અને અધ્યાત્મની ઉર્જામાં જ્ઞાનના પાઠનું પાન કરતા આ વિદ્યાર્થી ખરેખર ઋષિ કુમારો લાગે છે.

કાર્યક્રમની શરૂઆત અલગ-અલગ પાંચ વિષયોની પ્રદર્શની દ્વારા થઇ હતી. કાર્યક્રમનું ઉદ્દઘાટન ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ના હસ્તે થવાનું હતું પરંતુ અનિવાર્ય સંજોગોna લીધે તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો અને ઉદધાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જ્યંતીભાઈ ભાડેસીઆ, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્ભજીભાઈ દેથરિયા, મોરબી-માળીયા માજી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તથા મોરબી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચરના હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનોનું વાજતે-ગાજતે સ્વાગત કરીને આવકાર ગીતથી કાર્યક્રમની શરૂઆત થઇ.

કક્ષા 2 થી 4 ના વિદ્યાર્થીઓ દ્વારા RSS ના 6 સંઘચાલકનો પરિચય, સાંધીક ગીત, રામાયણ, નવદુર્ગા, ક્રાંતિકારી થીમ, ગરબા, નાટક તથા શિવાજીની કૃતિમાં શિવાજીની ઘોડા પર એન્ટ્રી કરવામાં આવી અને ભારતમાં ભગવા લહેરાયે ગીત પર વિદ્યાલયના તમામ શિક્ષકો દ્વારા ભગવા લહેરાવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વંદેમાતરમની પ્રસ્તુતિ ભરતનાટયમ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW