Wednesday, January 22, 2025

બાગાયતદાર ખેડૂતોને ફળ પાક વાવેતર માટે સહાય અપાશે આઇ-ખેડૂત પોર્ટલ પર ૩૧મી મે સુધી અરજી કરી શકાશે

Advertisement

સરકારશ્રીના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૩-૨૪ માટે જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ, તથા કાચા મંડપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા,ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર, ઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટ, દેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર,સ્વયં સંચાલીત બાગાયત મશિનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ ના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ, ફળપાક વાવેતર તેમજ અન્ય વિવિધ બાગાયતિ યોજનાઓમાં લાભ લેવા માટે ઇચ્છુક ખેડૂતોએ આઇ-ખેડુત પોર્ટલ તા.૩૧/૦૫/૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.

બાગાયતદારોને આ યોજનામાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે સમય મર્યાદામાં રજુ કરવા મોરબી નાયબ બાગાયત નિયામકશ્રી ની યાદીમાં જણાવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW