માળિયા(મીં) : મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને વિદ્યાર્થીઓમાં વાનગી બનાવવાની રીત, તેનો સ્વાદ, વપરાતી વસ્તુઓ, ખર્ચ, નફો-નુકસાન, વ્યાપારમાં ભાગીદારી, હિસાબ… વગેરે કૌશલ્યનો વિકાસ થાય તેવા હેતુથી આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિદાય સમારોહમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા સાથે શિક્ષકોએ પોતાના વક્તવ્ય દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે આનંદ મેળામાં વિદ્યાર્થિઓ દ્વારા શ્રી રામ ગોલા સેન્ટર, રાધે ભુંગળા-બટેકા, શિવ સોડા સેન્ટર, દ્વારકેશ ચિપ્સ, મુરલીધર ચણા-મસાલા, રંગોલી સ્ટેશનરી વગેરે જેવા સ્ટોલ બનાવી તેમાં વાનગી/વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.