મચ્છુ-2 સિંચાઈ યોજના ના કેનાલ નેટવર્ક થી મોરબી તાલુકા ના 17 અને માળીયા તાલુકા ના 2 ગામો ની 9990 હેકટર જમીન ને સિંચાઈ માટે માઇનોર શાખા નહેર ડી-1, ડી-2,ડી-3 દ્વારા પાણી પુરુ પાડવામા આવે છે
ત્રણેય શાખા નહેર ના વધારાના પાણી નિકાલ તથા ચોમાસા ના પાણી ના નિકાલ માટે ભૂમિગત પાઇપલાઇન નાંખી ને ફુલકી નદીમાં તથા બોળા હનુમાન તળાવ તથા પીપળીયા ગામ તળાવ મા વધારાના પાણી ના સંગ્રહ માટે ના કામ નુ સાસંદ મોહનભાઇ કુડાંરીયા ના હસ્તે ખાતમુહૂર્ત કરવા મા આવ્યુ આ કાર્યક્રમ મા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, કૃભકો ડાયરેકટર મગનભાઇ વડાવીયા, મોરબી જીલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન જયતિંભાઇ પડશુંબિયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા તથા ભુપતભાઇ સવસેટા, પરેશભાઇ રુપાલા,નારણભાઇ મેરજા,ચંદુભાઇ દાવા, નિલેશભાઇ મેરજા, રસિક ગામી, સિંચાઈ વિભાગ ના કાર્યપાલક ઇજનેર સાવલીયા તથા ડી.ઇ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા