ધરતીપુત્રની માનવતા ટિટોડી ઈંડા સિવે પછી ખેડશે બાકીની જમીન હાલ તે જમીનનો ભાગ છોડી દીધો
માળીયામિંયાણાના ખાખરેચી ગામની સીમમાં એક ખેડુતના ખેતરમાં ટીટોડીએ ઈંડા મુકતા અચરજમાં મુકાય ગયા હતા કેમ કે કહેવત છે ટીટોડી કોઈ ઉંચી જગ્યાએ ઈંડા મુકે તો વરસાદ સારો થાય પરંતુ એ માત્ર કહેવત અને માન્યતા છે જેથી હાલ તો ખેતરમાં રહેલા ઈંડા ખેડુત ટ્રેક્ટર લઈને ખેડવા ગયા ત્યારે આ ઈંડા નજરે પડતા તે જમીનનો ભાગ ખેડૂતે ખેડવાનો છોડી ઈંડા સિવ્યા બાદ આ ભાગ ખેડવાનો ખેડુતે નિર્ણય કરીને માનવતા મહેકાવી એક પક્ષી પ્રત્યે પ્રેમ બતાવી માનવતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ