Saturday, January 11, 2025

મોરબીના નામચીન માથાભારે સખ્શને પાસા હેઠળ ડીટેઇન કરી સાબરમતી જેલ હવાલે કરતી LCB

Advertisement

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓએ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં શરીરસબંધી, સરકારી કર્મચારીની ફરજ રૂકાવટ, ધાકધમકી વિગેરે ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય
જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી સામાવાળા નવઘણભાઇ મોહનભાઇ બાંભવા ઉ.વ. ૩૦ રહે. મોરબી શનાળા બાયપાસ તુલસીપાર્ક સોસાયટી તા.જી.મોરબી વાળાને આજે તા.૧૦/૦૫/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે મોરબી શનાળા બાયપાસ રોડ તુલસીપાર્ક ખાતેથી પકડી, ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW