માળીયા તાલુકાના છેવાડાનું ગામ એવું બગસરા સુધી પહોંચી પ્રધાનમંત્રી આવાસ યોજના.
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોનાં ‘ઘરનું ઘર’ સપનું સાકાર થયું છે. અગરિયામાં મજુરી કરતાં બગસરા ગામના લાભાર્થીના પત્ની પ્રભાબેન મનજીભાઈ વાઘેલા જણાવે છે કે, ” અમે પહેલાં છાપરાવાળા મકાનમાં રહેતા હતા, જ્યાં રહેવાની પૂરતી સગવડ ન હતી તેમજ છોકરાઓનાં અભ્યાસમાં પણ મુશ્કેલીઓ થતી હતી. ચોમાસામાં પાણી પડવાથી વસ્તુઓ ખરાબ થતી હતી અને ઉનાળામાં ગરમીને સહન કરવી પડતી હતી. હવે સરકારની આ આવાસ યોજનાથી અમારે પાકા મકાન થયા છે. અમારું રહેવા માટેનું ‘ઘરનું ઘર’ થયું છે.