મોરબી: મોરબીના રંગપર ગામ અને ખરેડા ગામ વચ્ચે આવેલ નાલા પર રોડ પરથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામ અને ખરેડા ગામ વચ્ચે આવેલ નાલા પર રોડ પરથી આરોપી જયદીપભાઈ જયસુખભાઈ ડાભી (ઉ.વ.૧૯) તથા સાગરભાઈ રઘાભાઈ ડાભી (ઉ.વ.૨૨) રહે. બંને ગામ.ખરેડા તા. મોરબી વાળાએ પોતાના કબ્જા હવાલા વાળા હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AB-6023 વાળામા ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૩ કિં રૂ.૧૧૨૫ તથા મોટરસાયકલ કિં રૂ.૨૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૨૧૧૨૫ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.