Saturday, January 11, 2025

*મધર્સ* *ડે* – *જન્ન્ત* !!!

Advertisement

” આના જારવી” એ 1908 ની આસપાસ પોતાની માતાને સમર્પિત કરવા માટે આ દિવસની શરૂઆત કરી પછીથી કાયદાકીય રીતે 1914 ની આસપાસ મધર્સ ડે ની રજા સાથે ઘોષણા થઈ.
મે મહિના ના બીજા રવિવારે કુટુંબની મહત્વની અને કુટુંબનો પાયો નાખનાર માતાનો દિવસ છે, એટલે કે મધર્સ ડે. જોકે માતા વગરનો એક દિવસ આપણા જીવનમાં ઘણા તોફાન મચાવી દે છે, તો તે માતાનો એક દિવસ કેમ હોઈ શકે? માતાના તો 365 દિવસ છે જેને આપણને પોતાના જ વર્ષો દિવસો ,કલાકો, મિનિટો, સેકન્ડો સમર્પિત કરી દીધા છે. તો તેના આ સમર્પણ ને અને તેના અસ્તિત્વને વિશિષ્ટ અહેસાસ અપાવવા માટે મધર્સ ડે ઉજવવામાં આવે છે.
મધર્સ ડે એટલે કે માતાનો દિવસ એ માં કે જેને આપણને દુનિયા કરતા 9 મહિના વધારે પ્રેમ કર્યો છે. જેની દુનિયા ,સપના, ઈચ્છા ,આકાંક્ષા વગેરે આપણી આસપાસ વિંટળાયેલા હોય છે. જે એક ડોક્ટર ,શિક્ષક, નાણામંત્રી, સાચી માર્ગદર્શક, પહેલી સાચી મિત્ર ,સારી સલાહકાર વગેરે હોય છે. માં એક કીરદાર અને અલગ- અલગ પાત્ર ભજવે છે અને ખૂબી એ છે કે દરેક પાત્ર બખૂબી ભજવે છે. દુનિયાદારી શીખવતી માં આપણામાં સંસ્કારનું સિંચન કરે છે .જે એક પ્રેમ ,કરુણા સહાનુભૂતિ ની મૂર્તિ છે .
એવું કહેવાય છે ને કે ,એક સ્ત્રી જ્યારે માતા બને છે અને માતૃત્વ ધારણ કરે છે ,ત્યારે તેનું અસ્તિત્વ પૂર્ણ થાય છે. તેનામાં એક નવા રૂપનું સર્જન થાય છે .તો તેના આ અસ્તિત્વનો જ દિવસ છે. આપણને ઠપકો આપતી ,મારતી, સાથે જીદ પુરી કરતી અને પ્રેમથી આપણને આ દુનિયામાં ચલાવે છે.
પરંતુ ,અફસોસ એ વાત ન હોય છે કે ક્યારેક આપણે દુનિયાની મોહમાયા માં કેટલા રચ્યા પછી થઈ જઈએ છીએ ,ત્યારે આપણે તેને ભૂલી જતા હોઈએ છીએ. જેને આપણને બોલતા કર્યા છે તેને બંધ કરી દઈએ છીએ .જેની દુઆ હંમેશને માટે આપણી બહેતરી માટે હોય છે, ત્યારે તેની બહેતરીભૂલી જતા હોઈએ છીએ. માં ની દુઆમાં એટલો પ્રભાવ હોય છે કે નસીબ પણ બદલવા પર મજબૂર થઈ જાય છે .અરે ભગવાનને પણ માતાના પ્રેમથી વંચિત રહેવું નથી ગમતું તો આપણે તો ઇન્સાન છીએ તો માતાના પ્રેમ વગર કેમ ચાલે? તો દોસ્તો ભલે આપણે વ્યસ્ત હોઈએ ,પરંતુ આજના એક દિવસ માટે તેને સ્પેશિયલ ફિલ કરાવી .આમ તો આપણે તેને આખી જિંદગી અર્પણ કરીએ તો પણ ઓછું છે .તેથી અત્યારે આપણી સાથે છે તો તેનો સાથ માણીએ જેથી કરીને પાછળથી અફસોસ ન રહે.
*મનોજ* *_મુસ્તનસીર_* પોતાની પંક્તિમાં કહ્યું છે ને કે” *માં* કો *બનાકર* *ખુદા* *ભી* *બેરોજગાર* *બન* *ગયા* ”

(લેખિકા – *મિતલ* *બગથરીયા* મોરબી)

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW