હળવદ: હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલ નદીના વોકળામાં રસ્તા પરથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલ નદીના વોકળામાં રસ્તા પર આરોપી મેરૂભાઈ અરજણભાઇ ચૌહાણ (ઉ.વ.૨૪) રહે. નવા તળાવ આંબેડકરનગર ગામ – ચરાડવા તા. હળવદ વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૦ કિં રૂ.૬,૦૦૦ નાં મુદામાલ સાથે રેઇડ દરમ્યાન હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી