Saturday, January 11, 2025

તાલુકા પોલીસ અને મોરબી સિરામિક એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે મીટીંગ યોજાઈ

Advertisement

મોરબી તાલુકા પોલીસ અને મોરબી સિરામિક એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે મીટીંગ નુ આયેજન થયેલુ હતુ. જેમાં મોરબીના ઉદ્યોગમાં પરપ્રાંતિય મજૂરો માં ગુનાહિત પ્રવૃતિ અને અનેક ક્રાઇમ ની ઘટના બને છે. આવા બનાવો બનતા અટકાવા માટે શું શું કાળજી રાખવી તેની માહીતી આપવામાં આવી. ઉદ્યોગમાં કોન્ટ્રાક્ટ રાખતા કોન્ટ્રાક્ટરો સાથે વાર્તાલાપ કરવામાં આવેલ. આ મિટિંગમાં મોરબી તાલુકા પોલીસ અધિકારી કે.એ વાળા હાજર રહેલ અને માર્ગદર્શન આપેલ કે,
(1) કોન્ટ્રાક્ટરે દરેક મજૂરના આધાર કાર્ડ લેવા તથા કોના મારફતે તેના સંપર્કમાં આવ્યા તેના ઓળખ ના આધાર લેવા.
(2) કંપનીમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા જણાય તો કોન્ટ્રાક્ટરે કંપની ના માલિકને સાથે રાખી પોલીસમાં જાણ કરવી.
(3) 18 વર્ષથી નીચેના કોઈપણ મજુરને કંપનીમાં કામ પર રાખવા નહી.
(4) મજુરના નાના બાળકો મજુર સાથે કામના સ્થળે ન આવે તેના બદલે શક્ય હોય તો બાળકો માટે બાલઘરની વ્યવસ્થા કરવી.
(5) લેબર ક્વોટરમાં કામ કરતાં જ લેબર રહે છે તેની ખાતરી કરવી તથા કોઈ ગેસ્ટ હોય તો તેની નોંધણી કોન્ટ્રાક્ટરે કંપની માં કરાવી.
(6) કંપની માં હેવી વાહનો JCB , ટ્રેક્ટર વગેરે વાહનો ના ડ્રાઇવર પાસે લાયસન્સ હોવું જરૂરી છે.
(7) કોન્ટ્રક્ટરો એ લેબર સાથે ફેમિલી અને આત્મિય સબંધો રાખવા જેથી મજુરો ડીપ્રેસનમાં રહેતા હોય તો વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવી શકાય.
ઉપરોક્ત મુજબની કાળજી રાખે તેવી તમામ કંપનીના માલિકોએ પોતાના કોન્ટ્રાક્ટરને સુચના આપવા અપીલ કરાઇ હતી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW