એલ. ઈ. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ડિપ્લોમામાં પ્રવેશ અંગે માર્ગદર્શન અપાશે
મોરબીની એલ.ઈ. કોલેજ(ડિપ્લોમા) દ્વારા એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ (ACPDC) અમદાવાદ વતી ITI કેમ્પસની બાજુમાં, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મોરબી-૨ ખાતે તા.૨૦/૦૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે “કારકિર્દી માર્ગદર્શન સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનાર અન્વયે કોલેજનાં નિષ્ણાંતો દ્વારા ડિપ્લોમાની જુદી જુદી શાખાઓની માહિતી આપવામાં આવનાર છે. વાલીશ્રીઓને મુંજવતા પ્રશ્નો જેવા કે, ધોરણ ૧૦ પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન માટેની ઓનલાઈન પ્રક્રીયા વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જેથી ધોરણ ૧૦નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને કાર્યક્રમનો બહોળો લાભ લેવા માટે મોરબીની એલ. ઈ. કોલેજ(ડિપ્લોમા)ના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.