અમદાવાદથી માળીયા તરફ જતો દારૂ બિયર ભરેલો ટ્રક મોરબી એલસીબી ટીમે અણીયારી ટોલનાકા પાસેથી લાખોનો દારૂ સાથે એકને દબોચ્યો
માળીયા હળવદ હાઈવે પર આવેલા અણીયારી ટોલનાકા પાસેથી મોરબી એલસીબી ટીમે આરજે-૧૯-જીએ-૩૮૩૮ નંબરની ટ્રકમાં ટોમેટો સોસની આડમાં સંતાડીને લઈ જવાતા ઈગ્લિશ દારૂ બિયરના જંગી જથ્થા સાથે એકને દબોચ્યો છે મોરબી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફે અમદાવાદ તરફથી માળીયા તરફ આવતા ટ્રકને અણીયારી ટોલનાકા પાસે ટોમેટો સોસની આડમાં સંતાડીને લઈ જવાતા દારૂ બિયરના જંગી જથ્થાને ઝડપી લેવાયો છે જેમા વ્હીસ્કીની બોટલો નંગ.૫૭૬૦ કિંમત રૂ.૧૭,૨૮૦૦ બિયરના ટીન નંગ.૩૪૮૦ કિંમત રૂ.૩,૪૮,૦૦૦ ટોમેટો સોસ બોટલ નંગ.૩૪૨૦ કિંમત રૂ.૨,૯૫,૮૦૦ અને ટ્રક મોબાઈલ મળી કુલ રૂ.૩૩,૭૬,૮૦૦ના મુદામાલ સાથે પકડાયેલ આરોપી હનુવંત ખનગારારામ ઢોકળારારામ બિશ્ર્નોઈ રહે.રોહલી તા.ગુડામાલાણી જિલ્લો.બાડમેર રાજસ્થાન જ્યારે ઓમપ્રકાશ કેશારામ બિશ્ર્નોઈ રહે.રોહલી કાવા કી ભેરી તા.ગુડામાલાણી જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાનુ નામ ખુલતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે