Saturday, January 11, 2025

મોરબી OSEM C.B.S.E. ના ધો-૧૨ કોમર્સ ના વિદ્યાર્થી દક્ષ ભુપતભાઈ અમૃતિયાએ રાજ્ય કક્ષા ની 2 જી ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કૂલ શૂટીંગ ચેમ્પિયનશીપ 2023 માં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવ્યુ

Advertisement

*રાજ્ય કક્ષા ની શૂટીંગ ચેમ્પિયનશીપ માં ગોલ્ડ મેડલ મેળવી દક્ષ અમૃતિયા એ સમગ્ર મોરબી જીલ્લા નુ ગૌરવ વધાર્યુ.*

તાજેતર માં તા.૧૪/૧૫ મે ના રોજ અમદાવાદ ખાતે 2જી ગુજરાત સ્ટેટ ઈન્ટર સ્કુલ શૂટીંગ ચેમ્પિયનશીન 2023 યોજાઈ હતી જેમાં સમગ્ર ગુજરાત માંથી ૨૦૦ થી વધારે ખેલાડીઓએ રાઈફલ તેમજ પિસ્તોલ શૂટીંગ માં ભાગ લીધો હતો. જેમાં મોરબી ની OSEM C.B.S.E. સ્કુલ માં ધો-૧૨ કોમર્સ માં અભ્યાસ કરતા દક્ષ ભૂપતભાઈ અમૃતિયાએ ૪૦૦ માંથી ૩૫૪ નો સ્કોર પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો તેની આ ઉત્કૃષ્ઠ સિધ્ધી બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવા માં આવ્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલ માસ દરમિયાન રાઈફલ શૂટીંગ માં મોરબી ના દક્ષ અમૃતિયાએ બે સિલ્વર મેડલ પણ મેળવ્યા હતા. તેઓએ રાઈફલ તેમજ પિસ્તોલ શૂટીંગ નુ કોચિંગ ખ્યાતનામ શૂટર દીપભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ પાસેથી પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર મોરબી જીલ્લા ને ગૌરવ અપાવ્યુ છે. તેની આ સિધ્ધિ બદલ OSEM સ્કુલ ના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, સ્ટાફ ગણ સહીતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમના મિત્રો, સગાં-સંબંધીઓ, શુભચિંતકો તરફથી શુભેચ્છાઓનો ધોધ ચોમેર થી વરસી રહ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW