બીગબોસમાં પણ જેને કામ કર્યું છે તેવા મુંબઈના ખ્યાતનામ મેક અપ એન્ડ હેર સ્ટાઈલિસ્ટ દર્શના પટેલ ખાસ નાના બ્યુટી પાર્લરના બહેનોને ઓછી સગવડતાએ કઈ રીતે ઇન્ટરનેશનલ મેક અપ કરવો તે શીખવશે
બ્રાઇડલ કોમ્પિટિશનમાં ભાગ લેનાર દરેક બહેનોને ટ્રોફી અને સર્ટિફિકેટ સાથે મળશે સરપ્રાઈઝ ગિફ્ટ : લેડીઝોન બ્યુટી સલુનવાળા ઉર્વશીબેન કોઠારીનું ધમાકેદાર આયોજન, રજીસ્ટ્રેશન શરૂ
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોટા હાઈ ફાઈ બ્યુટી પાર્લર કે સલૂન માટે મોટા શહેરોમાં તો અનેક ઇવેન્ટો થતી હોય છે. પણ મોરબીના નાના બ્યુટી પાર્લરવાળા બહેનો માટે પ્રથમ વખત ઘરઆંગણે જ મેક અપ- હેર સ્ટાઇલ સેમિનાર અને બ્રાઇડલ કોમ્પિટિશનનું ધમાકેદાર આયોજન કરાયું છે.
લેડીઝોન બ્યુટી સલુનવાળા ઉર્વશીબેન કોઠારી દ્વારા મોરબીમાં ત્રાજપર ચાર રસ્તા પાસે આવેલ ટીકે હોટેલ ખાતે 3 જુનના રોજ મેક અપ- હેર સ્ટાઇલ સેમિનાર અને બ્રાઇડલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કિંજલ બ્યુટી પાર્લરવાળા મુક્તા બેન, સૌરાષ્ટ્ર બ્યુટી કબલ, ઇપિક ફાઉન્ડેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એવા ઇન્ટરનેશનલ મેક અપ એન્ડ હેર સ્ટાઇલિસ્ટ ભૂમિ મોદી ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવાના છે. સાથે પરમેનેન્ટ મેક અપ આર્ટિસ્ટ જાગૃતિ પરમાર અને નિકિતાબા રાઠોડ સહિતના સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેવાના છે.
આ ઇવેન્ટમાં પ્રથમ બ્રાઇડલ કોમ્પિટિશન યોજવામાં આવનાર છે. જેમાં મોરબીના તમામ નાના બ્યુટી પાર્લરવાળા બહેનો ભાગ લઈ શકશે. જેની રજીસ્ટ્રેશન ફી માત્ર રૂ. 1500 છે. આ કોમ્પિટિશનના ભાગ લેનાર તમામ બહેનોને સર્ટિફિકેટ અને ટ્રોફી સાથે સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપવામાં આવશે. ઉપરાંત 1થી 3 નંબરના વિજેતાને પણ અલગથી ઇનામ અપાશે. વધુમાં વિજેતાઓને જાગૃતિ પરમાર તરફથી રૂ. 8000ની ફી વાળો ઓનલાઈન કોર્ષ ફ્રી આપવામાં આવશે. ઘરેથી તૈયાર કરાવી આવનાર તથા ઇવેન્ટમાં તૈયાર કરનાર બન્ને માટે અલગ કોમ્પિટિશન રહેશે.
ત્યારબાદ મેક અપ એન્ડ હેર સ્ટાઇલ સેમિનાર યોજાશે. આ સેમિનારની રજીસ્ટ્રેશન ફીમાં ગોલ્ડ પેકેજ રૂ. 500 અને સિલ્વર પેકેજ રૂ.300 છે. જેમાં બીગબોસમાં કામ કરેલ એવા મુંબઇના રૂપા ધ બ્યુટી સલૂનના ઇન્ટરનેશનલ મેક અપ એન્ડ હેર સ્ટાઈલિસ્ટ દર્શનાબેન પટેલ મોરબીના બ્યુટી પાર્લરના બહેનોને ઓછી સગવડમાં કઈ રીતે ઇન્ટરનેશનલ કક્ષાનો મેકઅપ કરી શકાય તે અંગે તાલિમ આપશે.
આ ઇવેન્ટમાં કોસ્મેટિક અને સેટ સહિતની આઇટમો માટે સ્ટોલ બુકીંગ પણ શરૂ થઈ ગયું છે. ઇવેન્ટનો ટાઈમ સવારે 10થી 5 વાગ્યા સુધીનો છે.વધુમાં વિશ્વભરમાં પ્રખ્યાત એવી મુંબઈની પીએસી કોસ્મેટિક બ્રાન્ડની પ્રોડકટ જે હાલ રાજકોટથી મળે છે. તે ભારે ડિસ્કાઉન્ટ સાથે ડાયરેકટ મોરબીને આપવા માટે પણ સહમતી મળી છે. જેનો લાભ મોરબીના અનેક પાર્લરવાળા બહેનોને મળશે.
વધુ વિગત માટે
મો.નં.9712977109