ટંકારા: મોરબી થી ટંકારા તરફ આવતા રીલાયન્સ પેટ્રોલપંપની સામેના ભાગે આવેલ જુના બીએસએનએલ ઓફીસ તરફ જવાના રસ્તા પર રોડની નીચેનાં ભાગમાં બાવળની ઝાડીમાં ક્રુઝ કારમાંથી ઈંગ્લીશ દારૂની દશ બોટલ ટંકારા પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી થી ટંકારા તરફ આવતા રીલાયન્સ પેટ્રોલપંપની સામેના ભાગે આવેલ જુના બીએસએનએલ ઓફીસ તરફ જવાના રસ્તા પર રોડની નીચેનાં ભાગમાં બાવળની ઝાડીમાં સેવરેલટ કંપનીની ક્રુઝ કાર રજીસ્ટર નંબર-GJ-06-EQ-6032 ના ચાલકે પોતાના હવાલાવાળી કારમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૦ કિં રૂ. ૩૦૦૦ તથા ક્રુઝ કારની કિંમત રૂ.૧,૦૦,૦૦૦ કુલ કિં રૂ. ૧,૦૩,૦૦૦ નો મુદામાલ ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી ક્રુઝ કારના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.